સંસ્કૃતિ આયુર્વેદમ માં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ

અગ્નિકર્મ

અગ્નિકર્મ એ અગ્નિના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક દ્વારા કરવામાં આવતી લુદ્રતમ પ્રક્રિયા છે જે દુ:ખાવામાંથી તત્કાલ રાહત આપે છે.

  • ધાતુની બનેલી વિશિષ્ટ ચલાકા દ્વારા કરવામાં વાવે છે.
  • શરીરના વિવિધ અંગો તેમજ રોગો અનુસાર વિવિધ આકાર અને પ્રકારની સલાકાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
  • ઓછા ખર્ચે દુ:ખાવામાં તુરંત રાહત થાય છે.
  • સંધાનો દુ:ખાવો, કમર-પીઠ-ગરદનનો દુ:ખાવો, ઘૂંટણ, પીળી, એડી કે થાપાનો દુ:ખાવો, સાયટીકા, ફ્રોઝન સોલ્ડર વગેરેમાં અત્યંત ઉપયોગી છે.
  • પગની કણી કે કપાસીનો સચોટ ઈલાજ અગ્નિકર્મ છે.

ગર્ભ સંસ્કાર

ભારતીય સંસ્કૃતિના અભિન્ન અંગ એવા સોડ સંસ્કાર પૈકી અતિ મહત્વપૂર્ણ સંસ્કાર એટલે ગર્ભસંસ્કાર… જેના દ્વારા ઉત્તમ અને ઈચ્છીત ગુણયુક્ત સંતાનની પ્રાપ્તિ થાય છે. ભારતીય ઇતિહાસમાં ગર્ભસંસ્કારના ઉદાહરણરૂપ અને પાત્રો છે જેવા કે, પ્રભુ શ્રી કૃષ્ણ , પ્રભુ શ્રી રામ, છત્રપતિ શિવાજી મહારાજ, સ્વામી વિવેકાનંદ, મહારાણી લક્ષ્મીબાઈ… એવા અગણિત.

  • માસાનુમાસીક પરિચર્યા, આહાર-વિહાર, Diet Chart તેમજ Life Style અંગેનું માર્ગદર્શન.
  • મહિના અનુસાર ઔસધો, કસરત, યોગાસન ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન થતા પ્રદનોનું માર્ગદર્શન તેમજ નિવારણ.
  • જરૂર અનુસાર માતા-પિતા તેમજ પરિવારના સદસ્યોનું કોઉન્સેલિંગ તથા જ્યોતિષ અંગે માર્ગદર્શન તેમજ ગર્ભાવસ્થા દરમિયાન થતા વિવિધ સંસ્કારોને લગતા.
  • ગર્ભાવસ્થા પૂર્વ જરૂરી પરિચર્યા, પંચકર્મ અને તેમજ બાળકના જન્મ બાદ સૂતિકા પરિચર્યા અને વિવિધ બાડ સંસ્કારોનું માર્ગદર્શન તથા ઔસધો.

સ્ટ્રેસ મેનેજમેન્ટ

આજની દોડધામયુક્ત લાઈફ સ્ટાઇલ , સતત પરિશ્રમ, વધુ પડતા ઉજાગરા, મોબાઈલ, કોમ્પ્યુટર , ટીવી જેવા ઉપકરણોનો સતત વપરાશ, કસરતનો અભાવ, અભ્યાસ તેમજ કારકિર્દીની વધુ પડતી અપેક્ષા, બદલાયેલા પારિવારિક મૂલ્યો ઉપરાંત સ્ત્રીઓમાં મેનોપોઝ આ બધાના લીધે ઉદ્ભવતા તણાવ-સ્ટ્રેસ માટે જરૂરી કોઉન્સલિંગ , ઔસધો તેમજ પંચકર્મો જેવા કે શિરોધારા, શિરોભ્યંગ, પાદાભ્યંગ, નસ્ય અક્ષિતપર્ણ વગેરે.

ઔસધ ચિકિત્સા

અનેક પ્રકારની કાસ્થોસધિઓ અને રસોસધિઓ ઉપરાંત ચૂર્ણો, કવાય, પ્રવાહી જેવા સ્વરૂપમાં વ્યક્તિગત રીતે પ્રકૃતિ અને કોઠાને માફક આવે તેમજ અનુકૂળ પડે એ મુજબની દવાઓની વ્યવસ્થા.

પંચકર્મ સારવાર

વમન: (કફને જડમૂળથી સુકાવનાર)

જેમાં દૂધ કે શેરડીનો રસ પિવડાળી ઔષધી વડે ઉલ્ટી કરાવી હોજરીમાંથી શરીરના વધારાના કફને બહાર કાઢવામાં આવે છે. જે સોરાયસીસ, ચામડીના રોગો, જૂની શરદી, શ્વાસ અને પેટના હઠીલા રોગોમાં કરવામાં આવે છે

વિરેચન: (પિત્તને ઘટાડનાર)

ઔષધયુક્ત ઘી પીવડાવી દર્દીને ઔષધ આપી વૈદ્યકીય રીતે રેથ આપવામાં આવે છે. પાચનના રોગો, પિત્તના રોગો, લોહીનો બગાડ, ખીલ, ખરજવું, સોરાયસીસ, એસીડીટી, વંધ્યત્વ અને ધાતુના રોગોમાં ધાર્યું પરિણામ આપે છે

બસ્તિ: (વાયુને ઘટાડનાર)

આયુર્વેદીય ઉકાળા કે તેલ દ્વારા આધુનિક યંત્રો વડે ગુદામાર્ગ દ્વારા શરીરમાં દાખલ કરી, કરવામાં આવતી ક્રિયા જે વાયુને જીતી લે છે. વાયુ શરીરનો રાજા છે અને અવ્યક્ત કહેવામાં આવ્યો છે, એટલે કે Reports માં પકડાતો નથી બધા Reports Normal આવે છતાં ગણી વખત વ્યક્તિ પરેશાન હોય તો મોટે ભાગ વાયુના કારણે હોય છે આવા વાયુને બસ્તીક્રિયાથી કાબુમાં લઇ શકાય છે અને એટલે જ આયુર્વેદ અનુસાર અડધી ચિકિત્સા તો માત્ર બસ્તીથી જ થઇ જાય છે.

Write a comment

Your email address will not be published. All fields are required