ડગલે પગલે પીડાદાયી, પગની કણી કપાસી… કાયમ માટે મટી શકે છે ફક્ત પાંચ મિનિટમાં….. (Ayurvedic Treatment For Corn in Foot)
ડગલે પગલે પીડાદાયી, પગની કણી કપાસી... કાયમ માટે મટી શકે છે ફક્ત પાંચ મિનિટમાં.....
જી હા..પગની કણી કપાસી ની સચોટ અને ત્વરિત પરીણામ આપતી સારવાર આયુર્વેદ દ્વારા ફક્ત પાંચ જ મિનિટમાં શક્ય છે, જે અમારા અગ્નિકર્મ અને પંચકર્મ સેન્ટર ખાતે છ વર્ષ કરતાં વધુ સમયથી અવિરત ચાલુ છે.
કણી કે કપાસી છે તો બહુ નાની વસ્તુ પણ પીડા પણ એટલી જ વધારે આપે છે.દર્દી ને એક એક ડગલું ચાલતી વખતે ખુબજ કષ્ટદાયી અનુભવ થાય છે અને મોટાભાગના દર્દી વારંવાર કપાસી થયા કરવાથી વધુ પીડાય છે, અને પછી ખોતરી ને વારંવાર કાઢ્યા કરવાથી વધુ ને વધુ હેરાન થાય છે.
પરંતુ આયુર્વેદ દ્વારા કપાસી ની અત્યંત ઝડપી અને સચોટ સારવાર શક્ય છે. આયુર્વેદ ની અગ્નિકર્મ ક્રિયા દ્વારા કપાસી ની યોગ્ય સારવાર કરવામાં આવે તો હમેંશા માટે એમાં થી મુક્તિ મળે છે અને વારંવાર એ જગ્યા એ ફરી કપાસી થતી નથી.
અગ્નિકર્મ એ ખુબ જ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે અને આયુર્વેદ ની યુનિવર્સિટીઓમાં કપાસી માટે અગ્નિકર્મ અને એની સાપેક્ષ મા અન્ય ચિકિત્સા ના સ્નાતકોત્તર સંશોધનો થયેલા છે અગ્નિકર્મ એ કપાસી માટે શ્રેષ્ઠ ચિકિત્સા સાબિત થયેલ છે.
અગ્નિકર્મ દ્વારા સારવાર કરવાથી દરરોજ ડ્રેસિંગ કરવાની કે હોસ્પિટલમાં પાંચ મિનિટથી વધારે રોકાણ કરવા ની જરૂર રહેતી નથી અને વ્યક્તિ ની દિનચર્યા મા પણ કોઈ જ ફરક પડતો નથી.
અને આ રીતે ખૂબ જ સામાન્ય પ્રક્રિયા છતાં સવિશેષ પરિણામ આપતી અગ્નિકર્મ સારવાર સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ થી દર્દી ને કપાસી માંથી કાયમી છુટકારો આપે છે.
વધુ માહિતી માટે સંપર્ક:
ડો.દેવલ જેઠવા
8980230050